હળવદ : ઢવાણા અને કોયબા ગામની નદીમાં રેત માફિયાઓ વીજપોલ નીચેની રેતી પણ ચોરી ગયા !!

0
137
/

બ્રાહ્મણી નદીમાં થતી રેતી ચોરી ખાણ ખનીજ અને પોલીસને દેખાય છે જયારે કોયબા અને ઢવાણાની નદીમા થતી રેતી ચોરી નથી દેખાતી

હળવદ: હળવદ તાલુકાના કોયબા અને ઢવાણા ગામ નજીકથી પસાર થતી નદી માંથી રેતી ચોરી થઇ હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અહીંની નદીમાંથી પસાર થતા વિજપોલ નીચેથી પણ રેતી માફિયાઓ રેતી ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું છે જોકે આ બાબતની વિજકર્મીઓ દ્વારા હળવદ મામલતદાર અને પોલીસને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હળવદમાંથી પસાર થતી નદીઓ માંથી પાછલા ઘણા વર્ષોથી રેતી ચોરી થઈ છે જોકે બ્રાહ્મણી નદીમાંથી થતિ રેતી ચોરી ને ડામવામાં હાલ તંત્ર ને મહદઅંશે સફળતા મળી છે ત્યારે તાલુકાના કોયબા અને ઢવાણા ગામે પસાર થતી નદિમા ચાલતી રેતીચોરી બંધ કરાવવામાં ખાણ ખનીજ અને પોલીસ તંત્ર કોની લાજ કાઢે છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે.

ત્યારે જેટકોના કર્મચારી દ્વારા હળવદ મામલતદાર ને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ૬૬ કે.વી હળવદ -ઢવાણા ભારે વીજવાયર વાળી એસ.ફેમ લાઈન ઢવાણા અને કોયબા ગામ પાસેની નદીમાંથી પસાર થાય છે જેની આજુબાજુ માંથી રેતી ચોરો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે જેથી વીજપોલ ઊભા રાખવા માટેના ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે. આ ફાઉન્ડેશન ખુલ્લા થઈ જવાથી ૬૬ કેવી હળવદ- ઢવાણા ભારે વિજવાયર વાળિ એચફેમ લાઈન પડી જવાની શક્યતા વધી ગયેલ છે જો લાઈન લોકેસન પડી જશે તો ૬૬.કેવી ઢવાણા સબસ્ટેસન તથા ૬૬ કેવી રતનપર સબસ્ટેસન માથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને લાંબા સમય સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં આથી ઉપરોક્ત લાઈન લોકેશન વાળી જગ્યાએ કોઈ પણને જગ્યા લીઝ પર આપેલ હોય તો તેમને લાઈન ની આજુબાજુ ૫૦ ફૂટ ખોદકામ ન કરવા સૂચના આપવી અથવા તો બિન અધિકૃત ખોદકામ કરતા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/