ટંકારા: સામાન્ય કચરો ફેંકવા જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો થતા એક મહિલાએ બીજી મહિલાને બાવડે બચકું ભરી લીધું હતું. જ્યારે બચકું ભરનાર મહિલાની પુત્રી અને પતિએ ફરિયાદીને અપશબ્દો કહી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટે.માં નોંધાવતા પોલીસે બનાવની તપાસ પણ હાથ ધરી છે.
ટંકારાના હરબટીયાળી ગામે 35 વર્ષીય સરોજબેન દેવરાજભાઈ સંઘાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પડોશમાં રહેતા બીલીબેન યુનુષભાઈ તથા તેમની મોટી પુત્રી અને પતિએ કચરો ફેંકવાની બાબતને લઈને પહેલા ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન બીલીબેને સરોજબેનને બાવડે બચકું ભરી લીધું હતું અને તેની મોટી પુત્રીએ અપશબ્દો કહી ઢીંકા પાટુનો માર માર્યો હતો. જ્યારે યુનુસભાઈએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પીડીતાએ ઉપર મુજબની ફરિયાદ નોંધાવતા મહિલા પી.એસ.આઈ. એ.વી. ગોંડલીયાએ બે મહિલા તથા એક પુરુષ આરોપીને પણ ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide