હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા
મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા અંતરની કવાંટ,અંબાજી અને દાહોદ રૂટની બસના પૈડાં થંભાવી દીધા બાદ આ તમામ રૂટ રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.
મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વાવાઝોડાનો ખતરો જોતા મોરબીથી ભાવપર, માળીયા, જામસર, ચમનપર અને ઘાટીલા નાઈટ સહિતના ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવાંટ, અંબાજી અને દાહોદ રૂટને પણ સલામતી ખાતર અટકાવી દેવામાં આવ્યા હતા.
દરમિયાન વાવાઝોડાનો ખતરો જોતા મોરબી ડેપો દ્વારા ફરી તમામ ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હોવાનું મોરબી એટીઆઈ દ્વારા જણાવાયું હતું.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે
જેની
કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર
તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫
કથાની રકમ ૬૫૫૧
કથા સમય : સવારે...