મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે રિક્ષાઓ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. આ ડ્રાઇવમાં નિયમ ભંગ બદલ 25થી વધુ રીક્ષા ડિટેઇન પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના નગરોમાં રીક્ષા ચાલકોની ગેરશિસ્તના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી હોય તેવી રેન્જ આઈજીના લોક દરબારમાં ફરિયાદો ઉઠી હતી. પરિણામે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આજે મોરબી શહેરના રામ ચોક, નહેરૂગેટ ચોક તેમજ સામાકાંઠે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આવી જ રીતે જિલ્લાના અન્ય નગરોમાં પણ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી.મોરબી શહેરની ટ્રાફિક ડ્રાઇવ વિશે માહિતી આપતા ટ્રાફિક પીઆઇ છાસિયાએ જણાવ્યું હતું કે આજે રીક્ષા ચાલકો માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રિક્ષાના માલિકીના પુરાવા ન હોય તેવી અંદાજે 25થી વધુ રીક્ષા ડિટેઇન કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ પણ આપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide