સાવધાન ! ચીની વાયરસ ભારતમાં ઘુસ્યો

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

નવી દિલ્હી, તા. 6 : ચીનમાં અજંપો સર્જનાર કોરોના જેવા હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી)એ સોમવારે કર્ણાટક  અને ગુજરાતમાં ઘૂસણખોરી કરીને ભારતમાં ઉચાટ ફેલાવ્યો છે.

કર્ણાટક અને તામિલનાડુમાં બે-બે ગુજરાત અને બંગાળમાં એક-એક સંક્રમિત સામે આવ્યા છે. જો કે, ચેતજો જરૂર, પરંતુ આ જૂનો જ વાયરસ છે. એ જોતાં ગભરાવાની જરૂર નથી તેવી ધરપત સરકાર તરફથી અપાઈ છે, છતાં લોકોમાં ભયની લાગણી તો જરૂર ફેલાઈ છે. ખાસ કરીને નાનાં બાળકોને આ વાયરસ નિશાન બનાવતો હોવાથી બાળકોને સાચવીને રાખવાની સલાહ તજજ્ઞો તરફથી ક્યાંક મળી રહી છે. કર્ણાટકનાં બેંગલોરમાં સૌથી પહેલાં ત્રણ માસની બાળકી અને આઠ માસનાં બાળકમાં સંક્રમણ બાદ ગુજરાતનાં અમદાવાદમાં માત્ર બે માસનું બાળક સંક્રમિત જોવા મળ્યું હતું. બીજી તરફ તામિલનાડુનાં ચેન્નાઈમાં ચીની વાયરસે બે બાળકને ચપેટમાં લીધાં હોવાનું જાણવા મળ્યું હતું, તો બંગાળમાં પણ એક બાળકને સંક્રમણ સામે આવ્યું હતું. બેંગ્લોરમાં આઠ મહિનાનું એક બાળક અને ત્રણ મહિનાની એક બાળકી એચએમપીવી વાયરસથી સંક્રમિત મળ્યા છે. બીજી તરફ અમદાવાદમાં બે મહિનાનાં બાળકમાં આ નવા ચીની વાયરસનું સંક્રમણ જોવા મળ્યું હતું. પહેલા બે કેસ કર્ણાટકમાં આજે સવારે સામે આવ્યા બાદ ત્રીજો કેસ ગુજરાતમાં દેખાયો છે. અમદાવાદમાં બે મહિનનાં બાળકને તબિયત ખરાબ તથાં 15 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. શરદી અને તીવ્ર તાવ હતા. પ્રારંભમાં પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવું પડયું હતું. ત્યારબાદ, કરાયેલા વધુ પરીક્ષણોનાં તારણો પરથી બાળક ચીનના કોવિડ જેવા એચએમપીવી  વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. ભારતી તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ ભારતમાં ચીની વાયરસના ત્રણ કેસ મળ્યા છે, તેવા સમાચારને સમર્થન આપ્યું હતું. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આઈસીએમઆરના શ્વસનતંત્ર સંબંધિત વાયરસ પર સતત નિરીક્ષણમાં આ ત્રણેય કેસ સામે આવ્યા છે. ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, ચીની વાયરસથી સંક્રમિત ત્રણેય બાળકોને ક્યાંય વિદેશ પ્રવાસમાં લઈ જવાયા હોવાની નોંધ નથી મળી. આ હકીકત સામે આવ્યા બાદ એવું અનુમાન પણ કરાઈ રહ્યું છે કે, એચએમપીવી વાયરસ સ્થાનિક સ્તરે જ ફેલાવા માંડયો છે. બેંગ્લોરમાં બંને બાળકને બ્રોન્કોપ ન્યૂમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારા સમાચાર એ મળ્યા હતા કે, બાળકીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. બાળક પણ ગતિભેર સાજું થઈ રહ્યું છે. આ નવા કેસ અચાનક સામે આવ્યા પછી તરત એલર્ટ મોડ પર આવી ગયેલી દેશની સરકારે નિરીક્ષણ, નિયંત્રણની કવાયત આદરી દીધી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/