હળવદ : ચરાડવા‌માં ગ્રામજનો દ્વારા 2 વાગ્યા સુધી જ બજાર ચાલુ ‌રાખવાનો નિર્ણય

0
41
/
શાક માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેશે

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ ઉપર ૫૪ વર્ષના પુરૂષને કોરોના પોઝિટિવ આવતા ગ્રામ પંચાયત દ્વારા ચરાડવા ગામ સવારે ૭થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે બપોરે બે વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ શાકભાજીના વેપારીઓએ શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ પર દેવીપુજક વાસમાં ૫૪ વર્ષના કનુભાઈ ભાણાભાઈ હળવદીયાને બુધવારે કોરોના પોઝિટિવ કેસ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને અટકાવવા અને વધુ કોરોના કેસ ના થાય તેવા હેતુસર ચરાડવા ગામના વેપાર ધંધા-દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ ચરાડવા ગામે શાકભાજીના વેપારીઓ શાક માર્કેટ બંધ રાખીને શાકભાજી નહી વેચવાનો નિર્ણય લીધો છે.

ગામમાં સવારે ૭ થી ૨ વાગ્યા સુધી દુકનો ચાલુ રહેશે. ૨ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચરાડવા ગામમા એક કેસ કોરોના પોઝિટિવ આવતા અન્ય લોકો આ કોરોના બિમારીમાં ના સપડાઈ તે માટે ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈને સવારે ૭ થી ૨ વાગ્યા સુધી બજાર ચાલુ અને ત્યારેબાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમ ચરાડવા ગામના સરપંચ પ્રવિણભાઇ સોનગ્રાએ જણાવેલ છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/