મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધીને તેની લાંબી ઉમર માટે દુઆઓ કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે લોક ડાઉનના લીધે માંગ ઘટી ગઈ હોવાથી ઉત્પાદન ૪૦ ટકાથી વધુ ઘટી ગયું છે
ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન કે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે જેમાં ખાસ કરીને મેટલની રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને અહી બનાવવામાં આવતી રાખડીઓને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ સહિતના રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે જો કે ચાલુ વર્ષે કોરોનાના લોક ડાઉનના લીધે આ ઉદ્યોગમાં ૪૦ ટકાથી વધુનું ઉત્પાદન ઘટી ગયું છે જેથી કરીને ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમાં જે રાખડી બનાવીને રોજગારી મેળવે છે તે પણ બેરોજગાર બની ગયેલ છે અને ચાલુ વર્ષે છેલ્લા ચાર મહિનાથી રાખડીનું ઉત્પાદન થયું જ નથી માટે હાલમાં ઉત્પાદકો, કારીગરો સહિતનાની હાલત કફોડી બની ગયેલ છે અને આગામી દિવસોમાં નવા વર્ષ માટેની કામગીરી કેવી રીતે ગોઠવાશે તે પણ હાલમ ચિંતાનો વિષય બની ગયો છે
અત્રે ઉલેખનીય છે કે, રક્ષાબંધનનો તહેવાર માત્ર રેશમી દોરી બાંધવા પુરતો જ નથી ખરેખર તો દરેક ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી અને ફરજ અદા કરવાનો ઉમદા તહેવાર છે કેમ કે, ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે તે દરેક બહેન જાણતી હોય છે માટે રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના હૃદયનું બંધન પણ કહેવાય છે અને ટંકારા તાલુકામાં મેટલની જુદીજુદી ડીઝાઇનની રાખડીઓ બનાવવામાં આવે છે જેમાં ૧૦૦૦થી વધુ ડીઝાઇન હોય છે જો કે ચાલુ વર્ષે ચાર મહિના કરતા વધુ સમય માટે કામ બંધ રહ્યું હોવાથી આ વર્ષે ઘણી ડીઝાઈનો ઘટી ગયેલ છે રાખડીના ઉત્પાદકો પાસેથી મળી રહેલી માહિતી પ્રમણે શ્રાવણ મહિનાના તહેવારો પુરા થાય પછી તુરત જ અહીના વેપારીઓ આગામી વર્ષના રાખડીના નવા ઓર્ડર લેવા માટે નવી ડીઝાઈનો રાખડીના ફોટો સાથેનું કેટલોગ લઈને જુદાજુદા રાજ્યના વેપારીઓ પાસે પહોચી જાય છે જો કે ચાલુ વર્ષે કોરોના હોવાથી તે કામ લેવા માટે કેવી રીતે જવું તે પ્રશ્ન છે અને નવા ઓર્ડર કયારે મળશે કયારથી ફરી પાછુ કામ ચાલુ કરવામાં આવશે આ સૌથી મોટી વિટંબણા છે
આમ તો રક્ષા બંધનના દિવસે બહેન ભાઇને રાખડી બાંધી, કપાળે તિલક કરીને ભાઇ બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક એટલે કે રાખડી બંધથી હોય છે જો કે, આ રાખડી કોને બનાવી છે તે કોઈને ખબર હોતી નથી ત્યારે હાલમાં કોરોનાના લીધે ઘણી બહેનો કે જે તેના ભાઈથી દુર રહે છે તેમને પોતાન ભાઈની કોરોના સામે સલામતી માટે બજારમાં મળતી રાખડી કે જે ઘણા લોકોના હાથમાં ફરીને જતી હોય છે તેના થકી કોરોના ફેલાવાની શક્યતા હોવાથી રાખડી જ ન મોકલાવવાનો નિર્ણય કર્યો છે અને અત્યાર થી જ ઘરમાં રહેલ સુતરનો દોર બાંધીને રક્ષા બંધન પર્વ ઉજવવા માટે જણાવી દીધું છે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકાના જબલપુર, કલ્યાણપર, બંગાવડી, ઓટાળા, હરબટીયાળી, પીઠળ અને હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેટલની રાખડી બનાવવા માટેનો ગૃહ ઉદ્યોગની જેમ કામ કરવામાં આવે છે પણ ચાલુ વર્ષે વર્ષે કામગીરી બંધ રહી છે માટે આર્થિક રીતે મહિલો, ઉત્પાદકો સહિતના તમામને ખુબ જ મોટું નુકશાન થઇ ચૂક્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide