હળવદના વકીલે RTI માટે કોર્ટમાં કરેલી પાયાવિહોણી અરજી સબબ કોર્ટે ફટકાર્યો રૂ. 5 હજારનો દંડ

0
56
/

હળવદ : હળવદ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા એક વકીલે 2018ની સાલમાં આરટીઆઇ હેઠળ એક અરજી કરી હતી. એ અરજીની અપીલ કોર્ટમાં નામંજૂર કરવામાં આવી હોવા છતાં છેક મે 2020માં એ અરજીના સંદર્ભમાં કોર્ટની સ્પષ્ટતા માંગતી વધુ એક અરજી કરતા કોર્ટે વકીલને હાલ ચાલી રહેલા નિયમોથી વિપરીત અરજી કરવા બદલ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.

હળવદના વકીલ અશ્વિનભાઈ મલિકે ઓગષ્ટ 2018માં આરટીઆઇ અંતર્ગત એક અરજી કરી હતી. એ અરજી સામે એપેલેટ કોર્ટ મોરબીમાં નવેમ્બર 2018માં અપીલ દાખલ કરી હતી. જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હોવા છતાં મે 2020માં એ સંદર્ભે કોર્ટ પાસે સ્પષ્ટતા માંગતી પાયાવિહોણી તેમજ કોરોના સંદર્ભે લાગુ થયેલા નિયમો વિરુદ્ધ વધુ એક અરજી કરતા રૂ 5000નો કોસ્ટ હુકમ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અરજન્ટ અને ન્યાયિક કાર્યવાહી માટે જ મર્યાદિત સ્ટાફ સાથે જ્યારે કોર્ટ ચાલુ છે ત્યારે એક વકીલ હોવા છતાં આ સ્થિતિને અવગણીને જૂની અરજી સંદર્ભે કોર્ટ પાસે સ્પષ્ટતા માંગતી અરજીને લઈને કોર્ટે આ કાર્યવાહી કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/