વાંકાનેર : પાડધરા-ભેરડા ગામ વચ્ચે ખાણ નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
96
/
કુલ રૂ. 10,600ના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતીય શખ્સ પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા-ભેરડા ગામ વચ્ચે ખાણમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 10,600ના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 21ના રોજ વાંકાનેર તાલુકાના પાડધરા-ભેરડા ગામ વચ્ચે અશોકભાઇ બેલા વાળાની ખાણ પાસે વીનુભાઇ શુકલાભાઇ ગરવાન (ઉ.વ. 30, ધંધો મજુરી, રહે. હાલ અશોકભાઇ બેલા વાળાની ખાણે, મુળ રહે. ગામ જરણી ગાટાફળીયુ, તા. થાડલા, પો.સ્ટે. હરીનગર, જી. જાબુવા, એમ.પી) વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગલીશ દારૂના ચપલા નંગ.-75, (કિ.રૂ. 7500) તથા અન્ય બ્રાન્ડના ચપલા નંગ-31 (કિ.રૂ. 3,100) એમ કુલ કિ.રૂ. 10,600ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિનુ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/