હળવદ : તાલુકાના માથક ગામની સીમમાંથી અંગ્રેજી દારૂ-બીયરના જથ્થા સાથે હળવદ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે જયારે તેની પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
હળવદ તાલુકાના માથક ગામની સીમમાંથી પૂર્વ બાતમીના આધારે હળવદ પોલીસે એક વાડીમાં દરોડો પાડી માથક ગામના જ રહેવાસી મયુર અશોકભાઈ બોરાણીયાની અટકાયત કરી છે. દરોડા દરમ્યાન વાડીમાંથી 94 બોટલ ઈંગ્લીશ દારૂ તથા 243 નંગ બિયર કિંમત રૂપિયા 55100 ઝડપી પાડી આરોપીની અટકાયત કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મિયાણી ગામના હરેશ નામના એક વધુ શખ્સની સંડોવણી સામે આવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
