સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરનાર હળવદના ઢવાણા ગામના શિક્ષકની દાહોદ ખાતે બદલી

0
109
/

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગમના શિક્ષકે કોરોનાની મહામારીના કાળમાં સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરી હોવાથી અગાઉ તેમની સામે ફરજ મોકૂફીના પગલાં લેવાયા હતા. દરમિયાન તેમની વિરુદ્ધ નિમેલી તપાસ સમિતિ સમક્ષ આ શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી લીધી હોય અને આ તપાસ સમિતિની રિપોર્ટ આવી ગયા બાદ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ શિક્ષકની દાહોદ ખાતે બદલી કરી હતી.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે આ અંગેની વિગતવાર વિગતો આપી હતી કે હળવદના ઢવાણા ગામની શાળાના આસી. શિક્ષક જીજ્ઞેશ વાઢેરએ કોરોનાના કાળમાં અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. આથી, આ બનાવમાં તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ હતી. તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગત જૂન માસના પ્રથમ તબક્કે આ શિક્ષકને ફરજ મોકૂફ કરી દીધા હતા અને તેમની વિરુદ્ધ તપાસ સમિતિ નીમવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/