હળવદ : દંપતી કોરોના સંક્રમિત થયા બાદ સોનીવાડમાં 6 મકાનોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ

0
91
/
આરોગ્ય, પાલિકા અને પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તકેદારીના પગલાં લીધા

હળવદ : હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા તંત્ર દોડતું થયું છે. જેમાં આરોગ્ય ટીમ, રેવન્યુ ટીમ, પાલિકા તંત્ર અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સોનીવાડમાં દોડી જઈને તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને સોનીવાડમાં 6 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે જયારે 18 લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

હળવદમાં સોનાની દુકાન ધરાવતા અને હળવદના સોનીવાડ વિસ્તારમાં તથા અમદાવાદમાં મકાન ધરાવતા લલિતભાઈ સોની (ઉ.વ. 60) અને તેના પત્ની નીતાબેન સોની (ઉ.વ. 55) નો આજે અમદાવાદ.ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. આ દંપતીને કારોના પોઝિટિવ હોવાનું જાહેર થતા આરોગ્ય તંત્રની ટીમો સોનીવાડ વિસ્તારમાં દોડી ગઈ હતી. તેમજ હળવદ પાલિકાની ટીમોએ દોડી જઈને સેનીટાઇઝરની કામગીરી હાથ ધરી ઉપરાંત DYSP રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો છે.

આ વિસ્તારમાં સર્વે હાથ ધરીને 6 મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમા આવરી લેવામાં આવ્યા છે અને આ 6 મકાનોમાં રહેતા 18 લોકો હોમ કવરોન્ટાઈન કરાયા છે. ઉપરાંત, આ કન્ટેન્મેન્ટ ઝોનની ફરતે આડશો ઉભી કરીને ત્યાં પોલીસ છાવણી ઉભી કરીને અવરજવરની મનાઈ ફરમાવી દીધી છે. આ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોને ઘરેબેઠા તંત્ર આવશ્યક સેવા પૂરી પાડશે. તથા સોનીવાડ અને વોરાવાડના 92 મકાનોનો બફર ઝોનમા સમાવેશ કરવામાં આવ્યો છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/