હળવદ : ITIમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરુ થઇ

0
35
/

હળવદ : મહેંદ્રનગર ચોકડીથી હળવદ રોડ પર આવેલ સરકારી આઇ.ટી.આઇ. મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ / વ્યવસાયોમા પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનુ રહેશે. ઉમેદવારોની સુવિધા માટે આઇ.ટી.આઇ. મોરબી ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે 98791 02977, 90163 87009, 97121 57417 પર સંપર્ક કરવાનો રહેશે.

1. પ્રવેશફોર્મ (૧) https://itiadmission.gujarat.gov.in (૨) https://www.talimrojgar.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ ૦૧/૦૭/૨૦૨૦ થી ઓનલાઈન ભરી શકાશે.

2. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી નીચે મુજબના જરુરી લાયકાતના સ્વપ્રમણીત પ્રમાણપત્રોની નકલો સાથે મહેંદ્રનગર ચોકડી થી હળવદ રોડ પર આવેલ સરકારી આઇ.ટી.આઇ.મોરબી ખાતે રુ.૫૦/- ફોર્મ / આઇ.ટી.આઇ. દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે.

3. આઇ.ટી.આઇ.મોરબી ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે ઉપરોક્ત તારીખો દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાક્થી સાંજના ૫.૦૦ કલાક સુધી માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે.

4. ઉમેદવાર ફોર્મ સ્વીકાર્યા બદલની જાણ તથા મેરીટ ક્રમાંક અને રુબરુ મુલકાત માટે જે સંસ્થા ખાતે હાજર રહેવાની તારીખ અંગેની જાણ SMS દ્વારા કરવામા આવનાર હોઈ દરેક ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે તેઓનો મોબાઇલ નંબર દર્શાવવો ખૂબ જ આવશ્યક છે.

5. રાજય સરકારની સહાયકારી વિવિધ યોજનાઓ નો લાભ મેળવવાના હેતુસર પ્રવેશ ફોર્મમાં આધાર કાર્ડ નંબર, બેંકના ખાતા નંબર તેમજ ઇ-મેઇલ એડ્રેસ આપવું જરૂરી છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/