હળવદ : માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનનો કરુણ અંત, પત્નીનો આપઘાત

0
165
/
પતિ સાથે અવારનવાર બોલાચાલી થતી હોવાથી પત્નીએ જીવન ટૂંકાવ્યું

હળવદ : હળવદમાં માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનથી કંટાળી પત્નીએ આપઘાતનો રસ્તો પસંદ કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં પતિ સાથે અવારનવાર બોલાચાલીથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

હળવદમાં ઘનશ્યામભાઈ લક્ષમણભાઈ કણઝરીયા વાડીમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સંજોઈ ગામમાં રહેતા દેવાભાઈ સમસુભાઈ માવીના પત્ની કનીતાબેન (ઉ.વ. 20)એ ગત તા. 22ના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/