ચાર શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદના ઇસનપુર ગામેં તુ અમારા મજુરને કેમ હેરાન કરે છે તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જગદીશભાઇ બાલાભાઇ મકવાણા (ઉ.વ.-૪૦, રહે-જુના ઇશનપુર, તા. હળવદ) એ જયદીપસિંહ, ભગીરથસિંહ, શક્તિસિંહ અને ક્રીપાલસિંહ (તમામ રહે-ગામ ગામ ઇસનપુર તા. હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૬ ના રોજ ઇસનપુર ગામની સીમમાં આવેલ ફરીયાદીની વાડીએ આરોપીઓએ ભેગા મળી ફરીને કહેલ કે તુ અમારા મજુરને કેમ હેરાન કરે છે તેમ કહી ફરીયાદીને આરોપીઓએ લાકડી તથા પાઇપ વતી શરીરે ડાબી આંખ ઉપર મૂઢ ઇજા તથા જમણા પડખાના ભાગે સામાન્ય તથા જમણા ઢિચણ ઉપર મૂઢ ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદને પગલે પોલીસે આરોપીઓ સામે એટ્રોસીટી અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ એસ.સી.. એસ.ટી.સેલના ડીવાયએસપી રાધિકા ભારાઇ ચલાવી રહ્યા છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
