મોરબી : મોરબી એલસીબીએ 28 ગુનામાં સંડોવાયેલા હળવદના શખ્સની પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળીયા ગામે રહેતા વિજય જ્યંતીભાઈ આધારાં નામના શખ્સ વિરુદ્ધ વિવિધ 28 જેટલા ગુના નોંધાયેલા છે.જેમાં મોરબી સીટી એ ડિવિજનમાં ચોરીના 9 પ્રોહીબિશનના 2 , બી ડિવિજનમાં પ્રોહીબિશનના 2 ,હળવદ પોલીસ મથકના મારામારીના 3 ,છેતરપીંડીના 1 ,ચોરીના 1 ,પ્રોહીબિશનના 5 , માળીયા પોલીસ મથકમાં પ્રોહીબિશનના 1 ,મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશનના 2 અને વાસદ પોલીસ મથકે પ્રોહીબિશનના 2 મળીને કુલ 28 ગુના નોંધાયેલા હોવાથી મોરબી એસલીબીએ આ શખ્સ વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરવાની કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી જેને લઈને કલેકટર પાસાનું વોરંટ ઇસ્યુ કરતા એલસીબીએ આરોપી વિજય જ્યંતીભાઈ આધારાને પકડીને સુરતના લાજપોરની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide