હળવદના ભલગામડા નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

0
32
/

મામાના દીકરા ને ડુબતો જોઈ યુવાને કેનાલમાં છલાંગ લગાવી પરંતુ મામાનો દીકરો તો બચી ગયો પણ યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો

હળવદ: હળવદ તાલુકાના ભલગામડા નજીક જેઠવાધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં થાન થી મામાના ઘેર આવેલ ૨૨ વર્ષીય યુવાન મામાના દીકરા ને કેનાલમાં ડુબતો જોઈ તેને બચાવવા જતાં પોતે કેનાલમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા મહા મહેનતે યુવાનની લાશને કેનાલમાં થી બહાર કાઢવામાં આવી હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ થાન થી ભલગામડા મામાના ઘેર આવેલ કાનાભાઈ પાડલીયા અને તેના મામી અને તેના મામાનો દીકરો જેઠવાધાર પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે મામાના દીકરા ને તરસ લાગતા તે પાણી પીવા કેનાલમાં ઉતર્યો હતો જોકે તેનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી જતાં ડૂબવા લાગેલ હતો

જેથી કાનાભાઈ એ મામાના દીકરા ને કેનાલમાં ડુબતો જોઈ કેનાલમાં છલાંગ લગાવી હતી જયારે દીકરાને ડુબતો જોઈ તેના મમ્મી એ પણ સાડીનો છેડો આપતા દીકરો સાડીનો છેડો પકડી લેતા તે બચી ગયો હતો જ્યારે કાનાભાઈ નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેથી આજુબાજુના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ હાથ ધરતા કાનાભાઈ નો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/