બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી
હળવદ : તાજેતરમા હળવદના જુના દેવળીયા ગામે જૂની અદાવત મામલે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બન્ને જુથોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ હળવદ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળીયા ગામે રહેતા વિજયભાઇ જયંતીલાલ અઘારા (ઉ.વ ૩૫) એ આરોપીઓ અભેસિંહ ઉર્ફે ચકુભા ધીરૂભા પરમાર, યુવરાજસિંહ અભેસિંહ પરમાર (બન્ને રહે નવા દેવળીયા, તા.હળવદ) અને ફિરોજ ઇસાભાઇ મીયાણા (રહે જુના દેવળીયા મોતીનગર વિસ્તાર, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ના રોજ જુના દેવળીયા ગામે તળાવની પાળી પાસે વેગડાની ચાની કેબીન સામે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીને દશેક માસ પહેલા માર મારેલ હોય. જેનુ મનદુ:ખ રાખી ફરીયાદીને આરોપી અભેસિંહ ઉર્ફે ચકુભાએ ગાળો આપી ધારીયાથી જમણી આંખના ઉપર કપાળના ભાગે તેમજ ડાબી બાજુએ સાથળના ભાગે એક-એક ઘા મારી તથા આરોપી યુવરાજસિંહએ છરી વતી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તથા આરોપી ફિરોજભાઇએ છરી વતી ફરીયાદીને જમણા તથા ડાબા હાથના બાવળાના ભાગે ઘા મારે ઇજા કરી તથા ત્રણેય મળી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સામાપક્ષે અભેસિંહ ઉફૅ ચકુભા ધીરૂભા પરમાર (ઉ.વ.૫૦) એ આરોપીઓ વિજયભાઇ જયંતીભાઇ, અજય ઉફૅ બાચકી કિશોરભાઇ, અમીરભાઇ રસુલભાઇ મીયાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સામે ફરીયાદીએ અગાઉ કેસ કરેલ હોય. જેનુ સમાધાન કરવાનુ કહી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ડાબા હાથે ફેકચર કરી તથા ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide