હળવદના સાપકડા ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

0
12
/

હળવદ : હળવદના સાપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવાના મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે પણ આ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘનશ્યામભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.-૪૨, ધંધો-ખેતી, રહે-સાપકડા ગામ, રામીપરના મંદીર સામે, હળવદ) એ આરોપીઓ જયદીપભાઇ મનસુખભાઇ ચાવડા, મનસુખભાઇ કેશાભાઇ ચાવડા, ધરમશીભાઇ કેશાભાઇ ચાવડા (તમામ રહે-ગામ સાપકડા, રામીપરના મંદીર સામે, હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૮ના રોજ ફરીયાદીની પત્નિએ આરોપીને તેઓના ઘરની સામે ટ્રેક્ટર મુકવાની ના પાડતા આ આરોપી એક્દમ ઉશ્કેરાઇ જઇ ઉંચા અવાજે ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીની પત્નિને લાકડી વડે માર મારી તથા અન્ય આરોપીઓએ ફરીયાદીની દિકરીને પીઠના ભાગે લાકડી મારી ફરીયાદીને લોખંડની પાઇપ માથાના ભાગે ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/