હળવદના સુસવામાં એક જ સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા: છ ઈજાગ્રસ્ત

0
151
/

બે સુરેન્દ્રનગર અને ત્રણને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા: પોલીસએ પ્રાથમિક તપાસ હાથ ધરી

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામે આજે મોડી સાંજના એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા બઘડાટી બોલી ગઈ હતી આ બબાલમાં કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને પ્રથમ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જોકે પાંચને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ પ્રેમ પ્રકરણને લઇને બન્ને જૂથના લોકો સામ-સામે આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે પોલીસ હાલ મામલો થાળે પાડી બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે આજે મોડી સાંજના એક જ સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને જોત જોતા મા બંને જૂથના લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા આ બનાવમાં કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે પાંચને વધુ સારવાર માટે મોરબી અને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ આ ઝઘડાનું મૂળ કારણ પ્રેમ પ્રકરણ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

 • ઈજાગ્રસ્ત ના નામ..
  (1) મધુબેન ડાયાભાઈ દલવાડી
  (2)થોભણભાઈ રણછોડભાઈ દલવાડી
  (3)ધનજીભાઈ સવજીભાઈ દલવાડી
  (4)લક્ષ્મણભાઈ ગંગારામ ભાઈ દલવાડી
  (5)જસુબેન લક્ષ્મણભાઈ દલવાડી
  (6)હાર્દિક ભાઈ લક્ષ્મણભાઈ દલવાડીરહે ..બધા સુસવાવ. તા.હળવદ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/