હળવદમાં પશુપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન થકી કેનાલમાં ફસાયેલ ગૌવંશનો જીવ બચાવાયો

0
33
/

હળવદ : હળવદમાં પાણી ભરેલી નર્મદા કેનાલમાં નંદી ફસાઈ જતા જીવદયા પ્રેમી યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવ્યો હતો.

હળવદ માર્કેટિંગ યાર્ડ અને ન્યાયમંદિર વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં ગૌવંશ પાણીમાં ડૂબી જતાં તે વાતની જાણ સ્થાનિકોને થતા તેમને જીવદયા પ્રેમી યુવાનોને આ ઘટનાની જાણ કરતા જીવદયા પ્રેમી યુવાનો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ગૌવંશનો જીવ બચાવવા પોતાના જીવના જોખમે રાત્રીના અંધારામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને યુવાનો પણ કેનાલના પાણીમાં ઉતરી અને મહામહેનતે તેને દોરડાના માધ્યમથી કેનાલની બહાર કાઢી ગૌવંશનો જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. આ સેવાકાર્યમાં રામ ગૌશાળા સ્વયંસેવકો અને જીવદયા પ્રેમીઓ કાળુભાઇ દલવાડી, વિજય ભરવાડ, હમીરભાઈ ગોહિલ, કાર્તિક ખત્રી, પાંચાભાઈ ભરવાડ, સુરેશભાઈ ઠાકોર, કાનાભાઈ વાઘેલા, જયપાલભાઈ રબારી, ગોકુલભાઈ ભરવાડ અને તપન દવે સહિતના લોકો જોડાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/