હળવદમાં ઘરકામ મામલે મારામારી, વૃદ્ધ સહિત બેને ઇજા

0
65
/
એક શખ્સે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના બસસ્ટન્ડ પાછળ આવેલા વિસ્તારમાં ઘરકામ બાબતે પરિવારમાં ડખ્ખો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા એક શખ્સે વૃદ્ધ સહિત બે વ્યક્તિને માર માર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંડાભાઇ મોહનભાઇ પરમાર (ઉવ-૬૦, ધંધો- મજુરી, રહે હળવદ બસ સ્ટેન્ડ પાછળ, જી મોરબી) એ અશ્વિનભાઇ હસમુખભાઇ પરમાર (રહે હળવદ, બસ સ્ટેન્ડ પાછળ, જી મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના સવારના નવેક વાગ્યાના સુમારે હળવદ બસસ્ટન્ડ પાછળ ફરીયાદીના ઘરે બનેલા આ બનાવમાં આરોપીએ ફરીયાદીને ઘર કામ બાબતે ગાળો આપી લોંખડના પાઇપથી ડાબા પગની આંગળીમા મારી સામન્ય ઇજા કરી હતી. તથા સાહેદ મુળજીભાઇ છોડાવા વચ્ચે પડતા તેમને પણ ગાળો આપી લોંખડના પાઇપથી જમણા હાથની આંગળીમા સામાન્ય ઇજા કરીને ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ વૃદ્ધની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/