હળવદમાં પોઝિટિવ કેસ બાદ દંતેશ્વરમાં 9 મકાનોમાં રહેતા 40 લોકોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ

0
53
/
9 મકાનોમાં રહેતા 40 લોકોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ :કોરોના ગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા : કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્રએ તકેદારીના પગલાં લીધા

હળવદ : હળવદના દંતેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજે પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. જેમાં વિરમગામથી પરત આવેલા વૃદ્ધના સેમ્પલ લેવા બાદ ગઈકાલે તેમનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન આજે તંત્રએ આ વિસ્તારમાં તકેદારીના પગલાં લીધા હતા. જેમાં હળવદના દન્તેંશ્વર વિસ્તારના 9 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવરી લઈને 39 લોકોને હોમકોરોન્ટાઈન કરાયા હતા.

હળવદ દંતેશ્ર્વર દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન અબ્દુલ લતીફ સુમરા (ઉ.વ. 60) વર્ષના વૃદ્ધનો ગઈકાલે સાંજના સમયે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. પરમ દિવસે માસ સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના આ વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે તેઓ ગત તા. 23 મેના રોજ એક દિવસ માટે વિરમગામ ગયા હતા. આ વૃદ્ધ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે આરોગ્ય તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. બાદમાં કોરોના ગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

હળવદમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયાના પગલે ઉચ્ચ અધિકારીઓની ટીમ આ સ્થળની વિઝીટ લીધી હતી. તેમજ મોરબી જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ, હળવદ આરોગ્ય તંત્રની ટીમ, પોલીસ તંત્ર, રેવન્યુ વિભાગ, હળવદ નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારમાં કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે આજે તકેદારીના પગલાં લીધા હતા. જેમાં હળવદના દન્તેંશ્વર વિસ્તારના 9 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવરી લઈને 40 લોકોને હોમ કવરોન્ટાઈન કરાયા હતા. તેમજ આ વિસ્તારમાં આડશો મૂકીને પોલીસ છાવણી ઉભી કરીને અવરજવરની મનાઈ ફરમાવી છે અને આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા આવશ્યક સેવાઓ પુરી પાડવામાં આવશે. 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/