હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી યુવકની લાશ મળી

0
102
/
/
/

હળવદ : હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી એક યુવકની લાશ મળી આવ્યાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ યુવકનું બાઇક ડેમના પુલ પરથી મળી આવ્યું છે. હાલ આ મામલે પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી આજે પ્રફુલભાઈ બળદેવભાઈ વિડજા ઉ.વ.43ની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. જો કે આ યુવકનું બાઇક ડેમના પુલ ઉપરથી મળી આવ્યું હતું. હાલ તો પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/