વાંકાનેરમાં કરિયાણાની દુકાનો 31 જુલાઈ સુધી અડધો દિવસ બંધ રહેશે

0
54
/

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કીરાણા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કરિયાણાની દુકાનો આવતીકાલથી 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારી બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખશે તો તેમને રૂ. 1 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. આવી જ રીતે પાન મસાલાના હોલસેલરો પણ દુકાનો બંધ રાખશે. વધુમાં આ એસો.એ કાપડના વેપારીને પણ આ બંધમાં જોડાવા અપીલ કરી છે. તેમ એસો.ના પ્રમુખ વિનુભાઈ કોટકની યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/