આજે વન વિભાગની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થાય છે કે કેમ તે અંગે પતંગના સ્ટોલમાં ચેકિંગ કર્યું
વાંકાનેર : આજે વાંકાનેર શહેરમાં ઉતરાયણ નિમિતે ઠેરઠેર પતંગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર વન વિભાગ દ્વારા આ પતંગના સ્ટોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વન વિભાગની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થાય છે કે કેમ તે અંગે પતંગના સ્ટોલમાં ચેકિંગ કર્યું હતું.
વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણની ઉજવણી કરવા સંદર્ભે ઠેરઠેર રંગબેરંગી પતંગ અને દોરીના અનેક સ્ટોલ નાખવામાં આવ્યા છે. જ્યારે લોકો અને અબોલ જીવોની સલામતી માટે સરકાર દ્વારા કાતિલ ચાઈનીઝ દોરી- તુકકલ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં વાંકાનેર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પતંગના સ્ટોલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થાય છે કે કેમ ? તે અંગે તપાસ કરવા વાંકાનેર વન વિભાગની ટીમ છેલ્લા બે દિવસથી પતંગના સ્ટોલ ઉપર ત્રાટકી હતી અને સઘન ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં સી.વી.સાણજા આર.એફ.ઓ. રામપરા અભ્યારણ્ય, ટી.એન.દઢાણીયા સામાજિક રેન્જ તેમજ સ્ટાફ સાથે જોડાયેલા હતાં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide