વાંકાનેરમાં અંગત અદાવત મામલે વૃદ્ધ સહિત બેને માર માર્યો

0
44
/
દંપતી સામે માર માર્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં ધમલપરમાં દીકરાને તેડી જવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ મામલે દંપતી સામે માર માર્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઈ છે. વાંકાનેર પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લક્ષ્મણભાઇ કમાભાઇ ગમારા (ઉ.વ ૬૮, ધંધો નીવ્રુત, રહે વાંકાનેર મીલ પ્લોટ, મચ્છુમાના મંદિર સામે) એ આરોપીઓ દેવજીભાઇ લક્ષ્મણભાઇ ગમારા, બાબુબેન દેવજીભાઇ લક્ષ્મણભાઇ ગમારા (રહે બંન્ને ધમલપર, વીસીપરા સામે, તા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૪ ના રોજ ધમલપર વાંકાનેર ખાતે ફરીયાદી પોતાના દીકરા હીન્દુને આરોપીના ધરે તેડવા જતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. તેમજ આરોપીઓએ ફરીયાદીને ધક્કો મારી પછાડી દેતા ડાબા હાથે પંજાના ભાગે ફેકચર તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ ઈજા પહોચાડી હતી તેમજ સાહેદ રણછોડભાઇને આરોપીઓએ શરીરે તથા મોઢાના ભાગે ઢીકાપાટુનો મુંઢમાર મારી મુંઢ ઈજા પહોચાડી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/