ગેરકાયદેસર માટી ભરી જતા ખનીજ માફિયાઓને તંત્રની ભીહ પડતા રોડ પર ડમ્પર ખાલી કરી દેવાઈ છે : ગ્રામજનો
હળવદ : મૂળી તાલુકામાં ગેરકાયદેસર માટી ભરી મોટી સંખ્યામાં વાહનો માથક રોડ પર ચાલતા હોય છે. આ ગેરકાયદેસર ચાલતા ડમ્પરને કારણે માથકથી રાતાભેર રોડ પણ અતિ જર્જરિત થઇ ગયો છે. જોકે ઘણા ડમ્પરચાલકો માથકથી કડીયાણા તરફ આવતા હોય છે. જેને કારણે જો ખનીજ તંત્રની બીક જણાય તો આ ડમ્પરચાલકો રસ્તાઓ પર જ માટી ખાલી કરી જતા રહેતા હોય છે. જેને કારણે રોડ પર નીકળતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
રણછોડગઢના ગ્રામજનોના જણાવ્યા મુજબ પાછલા ઘણા ટાઈમથી ડમ્પરચાલકો ગેરકાયદેસર માટી ભરી મોરબી તરફ જતા હોય છે. જોકે ઘણા બધા ડમ્પર તાલુકો મુડી તરફથી સુંદરી ભવાની અને ત્યાથી માથક, માથકથી કડીયાણા અને મોરબી જતા હોય છે. જો કે આવા સમયે ખનીજ તંત્રના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા હોય તો ખનીજના અધિકારીઓથી બચવા માટે ડમ્પરચાલકો માથક-કડીયાણા રોડ પર જ ડમ્પરથી ઉલાળિયો કરી માટીના ઢગલા કરી દેતા હોય છે. જેને કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વધુમાં, મૂડી તરફથી ગેરકાયદેસર માટી ભરી દરરોજના અનેક તકો હળવદની હદમાંથી પસાર થતા હોય છે. જોકે તંત્ર દ્વારા પણ ક્યારેક કહેવા પૂરતી જ કાર્યવાહી કરાતી હોય છે. જેને કારણે ગ્રામજનો ખનીજ માફિયાઓથી તંગ આવી ગયા છે.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
