મોરબી : આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી

0
87
/
પેટા ચૂંટણી લડવા અને જિલ્લાના સંગઠન મુદ્દે સમીક્ષા બેઠક યોજી, વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જની પણ નિમણૂક

મોરબી : મોરબી- માળિયાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેથી હવે આ પેટા ચૂંટણીમાં ત્રી- પાંખીયો જંગ જોવા મળવાનો છે. વધુમાં ભાજપ – કોંગ્રેસની સાથોસાથ આપે પણ ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં આપ દ્વારા સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠકમાં પેટા ચૂંટણીની તૈયારીઓ ઉપરાંત જિલ્લા સંગઠનનો મુદ્દો પણ હતો. આપના મોરબી જિલ્લામાં પ્રભારી ભરતભાઈ બારોટ, મોરબી શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ તથા શહેર મહામંત્રી પરેશભાઈ પરિયાની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જ તરીકે મહેશભાઈ રાજ્યગુરૂને જવાબદારી સોંપવામાં આવી હતી. વધુમાં આ બેઠકમાં જાહેર કરાયુ હતું કે જિલ્લાના લગભગ તમામ તાલુકામાં જવાબદાર પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જે બાકી છે ત્યાં જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ બેઠકમાં પેટા ચુંટણીમાં ઉમેદવાર ઉતારવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જે અંગે આપની ટીમે જણાવ્યું હતું કે પેટા ચુંટણીને લઈને જિલ્લા ટીમમાં ખૂબ ઉત્સાહ છે. અહી ભાજપ અને કોંગ્રેસ બંનેના વિરોધમાં લોકોમાં ખૂબ રોષની લાગણી છે. ભાજપ અને કોંગ્રેસ એક જ છે તે વાત મોરબી વિધાનસભાના લોકોને અનુભવ થયો છે. આ બંનેને હરાવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનીના શિક્ષિત અને સક્ષમ ઉમેદવારને એતીહાસિક જીત આપવાની ક્ષમતા મોરબી વિધાનસભાનાના લોકો માં છે. આ વિધાનસભામાં ખૂબ સારા ઉમેદવાર ઉતારીશું. હાલ જિલ્લા અને તાલુકા ટીમ પાસે થી ઉમેદવારોના થોડા નામો આવ્યા છે. જેના પર પ્રદેશ કારોબારી ચર્ચા કરશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

( રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/