વાંકાનેર : મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલ ધમલપર નજીક આવેલા પલાસડી ગામના સર્વે નંબરમાં આવેલી બેલાની ખાણમાં કામ કરતી 22 વર્ષીય શ્રમિક મહિલા નિરુબેન નિકેશભાઈ કટારા ખાણ નજીકથી મૃત હાલતમાં મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
મૂળ એમ.પી.ની રહેવાસી નિરુબેન ગઈકાલે મંગળવારના રોજ ખાણ નજીક આવેલા રહેઠાણમાંથી મૃત હાલતમાં મળી આવતા પોલીસે બનાવની તપાસ આદરી હતી. સ્થળ તપાસ પરથી મળેલી પ્રાથમિક વિગતો અનુસાર બપોરે જમ્યા બાદ કોઈ કારણોસર પડી જતા બાદમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પીએમ રિપોર્ટ ઉપરાંત પોલીસે એફએસએલ રિપોર્ટ લઈને મોતનું સાચું કારણ જાણવા તજવીજ આદરી છે.
( રિપોર્ટ : હરદેવસિંહ ઝાલા )
જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું
આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી...
મોરબી: ટંકારા નજીક ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપી એક્સિસ બેન્કના કર્મચારી એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું
આ બનાવની વિગતવાર માહિતી આપી તો...