વાંકાનેરના ઢુંવા ચોક પાસેના કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0
95
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઢુંવા ચોકડી પાસે કારખાનામાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે.

મૂળ બનાસકાંઠા જિલ્લાના હેથલી ગામના વતની, હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર ઢુંવા ચોકડી પાસે સોમાણી ફાઇન કારખાનામાં કામ કરતા અને તેમાં જ રહેતા 18 વર્ષીય વિક્રમભાઇ સોભાભાઇ ઠાકોર એ ગઈકાલે તા. 17ના રોજ કારખાનામાં અજાણ્યા કારણોસર ગળા ફાંસો ખાઈ લીધો હતો. કારખાના વાળા પ્રતિકભાઇ મનસુખભાઇ ધોડકીયા એ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની નોંધ કરાવી હતી. જેથી, પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/