વાંકાનેરના પાંચદ્વારકા પાસે રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી તાલુકા પોલીસ

0
133
/

એક શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ

વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાંચદ્વારકા ગામની સીમમાં દરોડો પાડીને બોલેરોમાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ 110 કિંમત રૂ. 3.95 લાખ તેમજ બોલેરો અને મોબાઈલ મળી કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દીપકભાઈ પાંચિયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી ધારાભાઈ ઝાલાભાઈ રાતળિયા અને ફારૂકની શોધખોળ હાથ ધરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/