રાજકોટ : બેકાબુ બનેલા ટ્રકે બે રીક્ષા, બાઈક અને કારને ઠોકરે ચડાવ્યા

54
124
/

રાજકોટના માધાપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દુર્ઘટના સર્જાઈ 

હાઈવે પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોય છે જેથી અકસ્માતોના એક બાદ એક બનાવ બનતા રહે છે જેમાં ગત રાત્રીના સમયે હાઈવે પર બેકાબુ બનેલા ટ્રકે અનેક વાહનોને ઠોકરે ચડાવ્યા હતા

રાજકોટના માધાપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રક પુરપાટ ઝડપે દોડી રહ્યો હોય અને ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હોય તેમ રોડ પરની બે રિક્ષા, બાઇક અને  કારને અડફેટે લીધા હતા ગત રાત્રીના સમયે સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ બેકાબુ બનેલા ટ્રકે કેવો આતંક મચાવ્યો તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.