જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે પણ તાત્કાલિક પગલાં ભરવાના શરુ કરી દીધા છે.દેશના ઘણા રાજ્યો શહીદના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. ઉપરાંત બોલિવૂડ, સામાન્ય લોકો અને મોટા-મોટા વેપારીઓ પણ શહીદોના પરિવારની મદદે આવ્યા છે. સલમાન ખાન, વીરેન્દ્ર સહેવાગ, મુકેશ અંબાણી જેવી મોટી હસ્તીઓએ શહીદના પરિજનોની મદદનો હાથ આપ્યો છે. ભારતના મિત્ર દેશોએ પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.ત્યારે રાજસ્થાનના જ અજમેર દરગાહના દીવાન સૈયદ જૈન ફૂલ આબ્દીનએ પુલવામા હુમલાને ગેરઇસ્લામિક હુમલો ગણાવ્યો છે. તેઓએ માંગ કરી છે કે પાકિસ્તાનથી દર વર્ષે આવતા મુસ્લિમ યાત્રીઓને અંહી આવવાથી પ્રતિબંધિત કરી દેવા જોઈએ.તેઓએ બધા જ દેશો દ્વારા જૈશ-એ-મોહમ્મદ આતંકી જૂથને પ્રતિબંધિત કરી દેવાની માંગ કરી છે. આ સાથે જ સાકાર પાસેથી શહીદોના પરિવાર માટે 1 કરોડની રકમ વળતર તરીકે આપવાની માંગ કરી છે અને સાથે જ શહીદોના બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે તેમને સરકારી નોકરી આપવાની માંગ પણ કરી છે.સીઆરપીએફના 2500થી વધુ જવાનો 78 વાહનોના કાફલામાં જઈ રહયા હતા, જેમાંથી મોટેભાગના સૈનિકો પોતાની રજાઓ પૂરી કરીને ફરજ પર પરત ફરી રહયા હતા. ત્યારે જ એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકોથી ભરેલી પોતાની ગાડી જવાનોની બસમાં જઈને ઘુસાડી દીધી. આ હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide