ખેડા: હાલ ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે છ કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. જ્યારે મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ અને ઠાસરામાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૪૭૨ પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.સતત બીજા દિવસે પણ જિલ્લામાં દસ નવા કોરોનાના કેસોનો ઉમેરો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે કમર કસી રહ્યા છે.તેમ છતા ક્યાંકને ક્યાક કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
કોરાના મહામારીથી બચવા માટે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી રહ્યા છે.આજે નડિયાદ શહેરના સંતરામ શાકમાર્કેટ પાસે આવેલી દુકાનોમાં માસ્ક ન પહેરનાર દુકાનદારો સામે મહિલા પોલીસે કડક હાથે કામગીરી કરી હતી.અને માસ્ક ન પહેરનારને દંડ ફટકાર્યો હતો.બીજો તરફ આરોગ્ય વિભાગની ધન્વંતરી રથના માધ્યમથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનુ આરોગ્ય કર્મચારીઓ જણાવી રહેલ છે.
જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
* પુરુષ ઉં.વ.૫૬ રઘુનંનદન સોસાયટી,કઠલાલ
* મહિલા ઉં.વ.૫૬ વિવેકાનંદ સોસાયટી,મહેમદાવાદ
* પુરુષ ઉં.વ.૫૫ ભણસારી એપાર્ટમેન્ટ,ડાકોર તા,ઠાસરા
* મહિલા ઉં.વ.૬૭ મોટા નાગરવાડા ,કપડવંજ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide