માત્ર 500 રૂપિયામાં ઊભું કરી દીધુ રૂ. 75,000 કરોડનું સામ્રાજ્ય,જાણો ધીરુભાઈ અંબાણીની કહાની

0
253
/

અંબાણી પરિવારનું નામ દુનિયાના મશહૂર અને ઉધ્યોગપતિઓમાં આવે છે. પોતાની મહેનતના જોરે અંબાણી પરિવારે આખી દુનિયામાં એક અલગ જ નામ આપ્યું છે. દેશ વિદેશમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાનીનું નામ પ્રખ્યાત છે. આટલા બધા અમીર હોવા છ્તા આ બંને ભાઈઓમાં કોઈ જ અભિમાન નથી. આ ખાનદાનનું એક એક નામ જમીન સાથે જોડાયેલ છે. ધીરુભાઈ અંબાણીને ચાર સંતાનો છે. મૂકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દિપ્તી સાલગાંવકર. જેમાં મુકેશ અને અનિલ અંબાણી દરેક સમયે મીડિયા સાથે જ જોડાયેલા રહે છે. તો તેમની બને બહેનો લાઈમ લાઇટથી એકદમ દૂર રહે છે. આજે અંબાણી પરિવારને કોણ નથી જાણતું. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ આ પરિવારને જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી એમનામ નથી થયા કરોડપતિ. એમને મશહૂર અને અમીર બનાવવા પાછળ મોટો હાથ એમનાં પિતા ધીરુભાઈ અંબાણીનો છે. આજે આ લેખમાં અમે જણાવવા જઈ રહ્યા છીએ ધીરુભાઈ અંબાણીની એ વાત કે માત્ર 500 રૂપિયા લઈને શરૂ કરેલ બિઝનેસને 75000 કરોડ સુધીનો બિઝનેસ કેવી રીતે વિસ્તાર્યો.

દુનિયાની સામે બનાવ્યું લોખંડ –
કહેવાય છે કે જ્યારે ધીરુભાઈ અંબાણી આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 500 રૂપિયા જે હતાં. ધીરે ધીરે મહેનત કરતાં કરતાં તેમણે અરબોનું સામ્રાજ્ય ઊભું કરી દીધું. ધીરુભાઈ કહે છે કે, જો તમે તમારા સપનાઓને નહી પૂરા કરો તો કોઈ એને પોતાના સપના બનાવી લેશે અને તે પૂરા કરી લેશે. ધીરુભાઈએ પોતાના જોયેલા સપના પૂરા કરીને દુનિયાને દેખાડી દીધું. તેઓ જણાવે છે કે તમને તમારા સપના પૂરા કરવા માટે કોઈ જ રોકી શકતું નથી. પોતાની સ્થાગ મહેનત અને ઘણા વર્ષોના સંધર્ષ પછી તે દેશની હસ્તી અને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બની ગયા.

પિતાને આપ્યું શ્રેય –
મુકેશ અંબાણીએ પોતાની કંપનીના 40 વર્ષ થતાં એની બેઠક પર જણાવ્યુ હતું કે, રીલાયન્સ કંપનીની સફળતાનો શ્રેય તેના પિતાજી ધીરુભાઈને અને તેમની મહેનતને આપ્યો હતો. ધીરુભાઈ અંબાણીના કારણે જ ભારતીય બિઝનેસમાં પરીવર્તન આવ્યું અને સારો વ્યવસાય કેવી રીતે કરવાનો એની સમજ આપી.

એક ભજીયા વેચવા વાળો બની ગયો બિઝનેસમેન :

તમને જાણીને નવાઈ લાગશે કે ધીરુભાઈ અંબાણી ભજીયા તળવાનું કામ કરતાં હતા. ધીરુભાઈ અંબાણીનો જન્મ 1932 માં એક સાધારણ શિક્ષક પરિવારમાં થયો હતો. ઘરની આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાને કારણે 10માં સુધીના અભ્યાસ પછી એમને અભ્યાસ છોડવો પડ્યો હતો. તેઓએ અભ્યાસ છોડ્યા પછી જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવનાર યાત્રાળુઓને ભજીયા બનાવીને વેચતા હતા. પરંતુ આ કામમાં તેમણે વધારે પૈસા મળતા નહી. એટ્લે તેઓએ યમનની એડન શહેરમાં એ,બસસી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એમાં તેમને મહિને 300 રૂપિયા મળતા હતા.

500 રૂપિયા લઈને આવ્યા હતા મુંબઈ –
જ્યારે તે માયાનગરી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 500 રૂપિયા જ હતા. પરંતુ મુંબઈ નગરીએ તેમની કિસ્મત જ બદલી નાખી. 500 રૂપિયા લઈને આવનાર આ વ્યક્તિ એ પહેલા 1966 માં ગુજરાતનાં નરોડામાં પહેલા ટેક્સ્ટાઈલ મીલ ખોલી હતી. માત્ર 14 મહિનામાં 10,000 પોલીએસ્ટર યાર્ન સયંત્રિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે પછી તેમને ટેક્ષટાઇલ એમપાયરમાં ફેરવી નાખી. તેમને પોતાની ખુદની બ્રાન્ડ લોન્ચ કરી જેનું નામ વિમલ રાખવામા આવ્યું. ભલે તેમને આર્થિક તંગીના કારણે અભ્યાસ છોડવો પડયો, પરંતુ તેમને બિઝનેસને સારી રીતે સમજયો હતો. તેમને એ સમજ આવી ગઈ હતી કે શેયર માર્કેટને પોતાની તરફ કેમ ખેંચી શકાય છે.

70 કરોડથી લઈને 70 હજાર કરોડ સુધીની સફર –
પોતાની મહેનતના બળે ધીરુભાઈ અંબાણીએ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આ મુકામ સુધી પહોચાડી છે. 1976 માં 70 કરોડની કંપની 2002 આવતા સુધીમાં 70 હજાર કરોડ સુધી પહોંચી ગઈ હતી. કંપનીનો ગ્રોથ એટલો બધો વધી ગયો કે તે આખા વિશ્વમાં ટોપ -500 માં આવી ગઈ. તમને જણાવી દઈએ કે વર્ષ 2002 ની ફાર્બસની યાદીમાં ધીરુભાઈ અંબાણીનું નામ 138 મુ હતું. એ સમયે તેમની પાસે 2.9 મિલિયન ડોલર જેટલી સંપતી હતી. અને એ જ વર્ષ 6 જુલાઇ ના જ તેઓ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી ચાલ્યા ગયા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/