મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી હોલમાંથી યુવાનની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બનાવની જાણ થતાં ધટનાની જાણ થતા મોરબી જીલ્લા ડીવાયએસપી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો. અને તુરંત જ કાર્યવાહી શરૂ કરી હતી.
યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ આ યુવાનની હત્યા કોણે કરી અને ક્યાં કારણોસર કરી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.