મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે ઉર્જામંત્રી સાથે હોદેદારોની મીટીંગ

35
247
/

 ઉર્જા મંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાતરી મળતા હોદેદારોએ રાહત અનુભવી

 મોરબી સિરામિક ઉદ્યોગને કનડતા વિવિધ પ્રશ્નો પૈકીના ઉર્જા સંબંધિત પ્રશ્નોની રજૂઆત માટે આજે એસોના હોદેદારો આજે ઉર્જા મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને ઉર્જા મંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાતરી મળતા હોદેદારોએ રાહત અનુભવી છે

મોરબી સિરામિક એસોના હોદેદારોએ આજે ગાંધીનગર ખાતે  રાજયના ઉર્જામંત્રી તથા મોરબી જીલ્લાના પ્રભારી સૌરભભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી જેમાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી સાથે જ નવા ઉદ્યોગને કનડતા ઇલેક્ટ્રિક ડ્યુટી માફી અંગે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી

સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે ઉર્જા મંત્રીએ રજુઆતો સાંભળીને એક સપ્તાહમાં પ્રશ્નોના હકારાત્મક ઉકેલની ખાતરી આપી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.