રક્તદાન કરી 2021ની અનોખી ઉજવણી કરતો મોરબીનો સેવાભાવી યુવાન

0
187
/

લોકો આજરોજ 2021 ના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે  મોરબી ની સરકારી‌ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ શ્રી સવિતાબેન પરમાર ને કોઈ કારણસર એબી+ રક્ત ની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ જતા તેઓએ યુવા આર્મી ગ્રુપના સભ્ય શ્રી ગૌતમભાઈ સોલંકી નો સંપર્ક સાધ્યો હતો

અને તાત્કાલિક મદદરૂપ થવા વિનંતી કરી હતીજે માટે ગ્રુપના અન્ય સભ્ય એવા હજનાળી ના રહેવાસી શ્રી ધર્મેશભાઈ મગનભાઈ ગામી (ઉ 40) દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને રક્તદાન કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી
અત્રે જણાવી દઈએ કે મોરબી મા ઈમરજન્સી ના નામથી ઓળખવામાં આવતા યુવા આર્મી ગ્રુપ કે જેમના 400 થી પણ વધારે મહિલા તથા પુરુષ સભ્યો હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે રાત હોય કે દિવસ 24X7, 365 દિવસ મોરબી તથા રાજકોટ મા જરૂરિયાતમંદ લોકોની લોહી ની ઈમરજન્સી ‌જરૂરીયાત‌ પુરી કરવા માટે ખડેપગે રહે છે ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 600 થી પણ વધારે બોટલ બ્લડ ડોનેટ અને લોકડાઉન દરમિયાન જ 100 થી વધારે બોટલ બ્લડ લોકોના ઈમરજન્સી મા પુરીપાડી ચુક્યા છે
અને અવારનવાર યુવા આર્મી ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામાં આવેલા સેવાકીય પ્રવૃતિઓ વિશે આપણે કોઈના કોઈ માધ્યમ થી સાંભળતા આવીએ છીએ
અને અહીંયા ‌અમારા માધ્યમ થકી યુવા આર્મી ગ્રુપ ના મેન્ટોર પિયુષભાઈ બોપલિયા તથા‌ મહિલા ગ્રુપવતી લતાબેન પનારા દ્વારા મોરબી ના સેવાભાવી લોકોને બ્લડ ડોનેશન ના‌ કેમ્પ ની સાથે સાથે યુવા આર્મી ગ્રુપ મા જોડાઈ
કોઈની ઈમરજન્સી ના‌ સમયે પણ રક્તદાન કરવા આગળ આવીને લોકોને મદદરૂપ થવા વિનંતી ‌કરવા‌મા આવી હતી.
ગ્રુપ મા જોડાવા માટે તથા કોઈની લોહીના ઈમરજન્સી જરૂરિયાત સમયે મદદરૂપ થવા ગ્રુપ ના હેલ્પલાઇન નંબર 9349393693 પર 24X7 સંપર્ક કરી શકો છો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/