- હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી
- આજે મુખ્યમંત્રી હેલ્પલાઇનનો પ્રારંભ કરાવશે
યૂટિલિટી ડેસ્ક: ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવશે. ગૃહરાજ્યમંત્રી એ કહ્યું કે ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર કાર્યરત કરાશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી
લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી કરાઇ છે.
* હવે આ સેવાઓ 112 પર મળશે
એમ્બ્યુલન્સ-108
પોલીસ-100
ફાયર-101
અભયમ-181
ડિઝાસ્ટર કંટ્રોલ-1070, 1077
એનિમલ હેલ્પલાઇન-1962
- આ ઈમરજન્સી નંબરની સુવિધા મુંબઈ શહેર માટે પણ મળશે. આ સર્વિસ હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં અગાઉથી જ કાર્યરત છે.
- જે યુઝર પાસે ફીચર ફોન હોય તે પેનિક કોલને સક્રિય કરવા માટે ‘5’ અથવા ‘9’ને લોંગ પ્રેસ કરીને મદદ માંગી શકે છે.
- 112 નંબર પર હાજર ઈમરજન્સી સેવાઓ માટે ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં 112 India Mobile App ડાઉનલોડ કરી શકો છો.
* એવા રાજ્ય કે જ્યાં 112 ઈમરજન્સી નંબર લોન્ચ કરાશે:
1. ઉત્તરપ્રદેશ
2. ઉત્તરાખંડ
3. પંજાબ
4. રાજસ્થાન
5. મધ્યપ્રદેશ
6. તામિલનાડુ
7. કેરાલા
8. આંધ્રપ્રદેશ
9. તેલંગાણા
10. ગુજરાત
11. પોન્ડિચેરી
12. લક્ષદ્વીપ
13. આંદામાન
14. દાદરા નગર હવેલી
15. દમન અને દિવ
16. જમ્મુ અને કાશ્મીર
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide