મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે
મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે એવું મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ અમલમાં મૂકશે, એમ બુધવારે જણાવવામાં આવ્યું હતું.
રાજ્યમાં અનેક એવી કોમ છે, જ્યાં એવો રિવાજ છે કે નવપરિણીતાએ પુરવાર કરવું પડે છે કે લગ્ન અગાઉ તેનું કૌમાર્ય અખંડ હતું.આ મુદ્દે ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રણજિત પાટિલ કેટલાક સામાજિક સંગઠનોના પ્રતિનિધિમંડળને બુધવારે મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળમાં શિવસેનાના પ્રવકતા નીલમ ગોર્હે પણ હાજર હતા.
‘કૌમાર્ય પરીક્ષણ એ એક પ્રકારનો જાતીય હુમલો જ ગણવામાં આવશે. કાયદા અને ન્યાય ખાતા સાથે ચર્ચા થયા બાદ તેને સજાને પાત્ર ગુનો ગણવાનો સર્ક્યુલર બહાર પાડવામાં આવશે’ એમ પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
કાંજરભાટ કોમ સહિત બીજી અનેક કોમમાં આ પ્રકારના નકામાં રીતરિવાજ પાળવામાં આવે છે. આ કોમના કેટલાક યુવાનોએ આ સોની એક ઓનલાઇન ઝુંબેશની શરૃઆત કરી છે.
દરમિયાન, પાટિલે એમ પણ જણાવ્યું હતું કે જાતીય હિંસાચારના કેસની આકારણી કરવા માટે મારા ખાતા દ્વારા દર બે મહિને એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને અદાલતમાં આ પ્રકારના પેન્ડિંગ કેસની સંખ્યા ઓછી રહે એ પણ ધ્યાન રાખવામાં આવશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide