મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન અટકાવાયા

0
438
/

મોરબી : મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ ઘટના પોલીસને સાથે રાખીને ઘટના સ્થળે દોડી જઈને બાળ લગ્ન અટકાવ્યા છે.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળેલ બાતમીના આધારે શકતશાનાળા ખાતે યોજાનાર લગ્નમા દીકરાની ઉંમર 18 વર્ષ, હોય માટે આ લગ્ન બાળ લગ્ન થતા હોય, માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.એફ.પીપલીયા, તેમજ પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ અને બાળ સુરક્ષા એકમ ના રંજનબેન મકવાણા, ઈશાબેન સોલંકી, તેમજ એ. ડિવિઝન પોલીસ સાથે રાખી આ લગ્ન અટકાવેલ છે, તેમજ બાળ લગ્ન ધારો 2006 અન્વયે ગુનો તેમજ તેની અસરો વિશે પણ વાકેફ કરેલ. આમ ફરી એકવાર સમાજ સુરક્ષા ટીમ દ્વારા ફરિયાદ મળ્યાના કલાકો મા લગ્ન અટકાવી દેવામા આવ્યા છે.

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/