દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. જિલ્લાના ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપવા માટે કુલ 26863 વિધાર્થીઓ નોંધાયા છે.જેમાંથી 95 દિવ્યાંગ વિધાર્થીઓ નોંધાયા છે.બોર્ડની પરીક્ષા માટે 2 હજારનો સ્ટાફ સુપરવિઝન સહિતની કામગીરીમાં જોડાયો છે.ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપવા માટે 94 બિલ્ડીંગ, 921 બ્લોકમાં એકદમ શાંતિપૂર્વક વાતાવરણમાં બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ તંત્ર દ્વારા. ધો.10-12ની બોર્ડની પરીક્ષાલક્ષી તમામ કામગીરીની પૂર્ણ કરી દેવાયા બાદ આજે બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.તમામ પરીક્ષા કેન્દ્રો પર આજે નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી ગયા હતા અને પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ હાઉ દૂર થાય તે માટે પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ તંત્ર દ્વારા દરેક પરીક્ષા સ્થળો પર વિદ્યાર્થીઓને મો મીઠા કરવી કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.બાદમાં વિદ્યાર્થીઓ પોતાના બ્લોકમાં સીટનંબર પર બેસીને એકાગ્રતા પૂર્વક પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે. જેમાં ધો.10ના 16855 ,ધો.12 સામાન્ય પ્રવાહના 7679 અને ધો.12 સાયન્સના 2329 વિધાર્થીઓ મળીને કુલ 26863 વિધાર્થીઓ નોંધાયા છેજેમાં જિલ્લામાં કુલ 95 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે.આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા સ્થળોમાં સીસીટીવી કેમેરા મારફત તથ્ય જુદીજુદી સ્કવોર્ડની ટિમો દ્વારા બોર્ડની પરીક્ષાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ડી.ઇ.ઓ.સોલંકી તથા કલેકટર આર.જે.મકડીયાએ આજે નિમર્લ વિધાલય ખાતે વિદ્યાર્થીઓને મો મીઠા કરાવી કુમકુમ તિલકથી સ્વાગત કરીને બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો.આ રીતે જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓનું સ્વાગત કરી બોર્ડનજ પરીક્ષા શરૂ કરવામાં આવી છે.જોકે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓની પણ કસોટી શરૂ થઈ જતી હોય છે.આથી પરીક્ષા કેન્દ્રોના ગેટ બહાર જ્યાં સુધી વિધાર્થીઓની પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી વાલીઓ ઉભા રહે છે.જોકે બોર્ડની પરીક્ષા માટે કુલ 2 હજારથી વધુ સ્ટાફ સુપરવિઝન સહિતની કામગીરીમાં જોડાયો છે. પોલીસના ચપતા બંદોબસ્ત વચ્ચે એકદમ શાંતિપૂર્વક વાતાવરણમાં વિદ્યાર્થીઓ શાંતચિત્તે પરીક્ષા આપી રહ્યા છે.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide