મોરબી જિલ્લાના માળીયા, ટંકારા અને વાંકાનેર સહિતના વિસ્તારોમાં બુધવારની મોડી સાંજે પ્લેનમાંથી સળગતી વસ્તુ પડી હોવાની જાણકારી ફોન દ્વારા પોલીસને અપાતા જિલ્લા પોલીસવડા દ્વારા એરફોર્સના અધિકારીઓ સાથે વાત કરતા હકીકતમાં ફાઈટર પ્લેન રૂટિન કવાયત દરમિયાન આકાશમાં નીચેની સપાટીએ ઉડતા સાંજના અંધકારમાં પ્લેનમાંથી સળગતો પદાર્થ પડ્યો હોવાનું લોકોને લાગ્યું હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા જાગૃત નાગરિકોના ફોન કોલ બાદ જે – તે વિસ્તારમાં સંબંધિત પોલીસ મારફતે પણ તપાસ કરવામાં આવી હતી અને આ ઘટના અંગે એરફોર્સનો સતાવાર સંપર કરતા મોરબી વિસ્તારમાંથી પસાર થયેલ ફાઇટર પ્લેન આકાશમાં નીચેની સપાટીએ ઉડયું હોય આગ જેવું જણાતા લોકોએ કુતુહલવશ સળગતો પદાર્થ પડ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ હકીકતમાં કશું ચિંતાજનક ન હોવાનું તંત્ર દ્વારા સતાવાર રીતે જણાવાયું છે
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.