આગામી તા. ૦૩ ને રવિવારે શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન વિજય પીચ, કામધેનું પાર્ટી પ્લોટ, સરદાર નગર સામે કંડલા બાયપાસ રોડ શ્રીકુંજ સોસાયટી પાસે મોરબી ખાતે કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
આ તકે સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ સરકારી અધિકારીઓ તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અને દાતાઓ સહીત વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભકામનાઓ પાઠવશે
સમૂહ લગ્ન સમારોહમાં મહંત હિંમતરામ બાપુ (શ્રી નકલંક મંદિર ખરેડા), મહંત દામજી ભગત (નકલંક મંદિર બગથળા), મહંત જગદીશબાપુ (શ્રી ચિત્રકૂટ ધામ, શિવપુર), મહંત ભાવેશ્વરીબેન (શ્રી રામધન આશ્રમ), વસંતા માં (શ્રી ખોડીયાર મંદિર ખાખરાળા) સહિતના સંતો મહંતો પધારીને નવદંપતીને આશીવચન પાઠવશે
ગુજરાત સૌરાષ્ટ્ર સહીત વસવાટ કરતા સમસ્ત વ્યાસ પરિવારને આ લગ્નોત્સવમાં પધારવા અસાઇન યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મુકેશભાઈ કુકરવાડિયા (મો-૯૫૭૪૧ ૩૩૭૬૬), અસાઇન યુવા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ કુકરવાડિયા (મો- ૯૮૨૫૯ ૩૪૦૭૨) એ જાહેર આમંત્રણ પાઠવ્યું છે
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.