યોજનામાં અંદાજીત રૂા.૨૭ કરોડનો ખર્ચ થશે : ૧૦ ગામોને આ યોજનાથી થશે લાભ
મોરબી : આજરોજ મોરબી જિલ્લાના પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજના(મચ્છુ-૨ આધારિત)નું પાણી પુરવઠા ,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ભુમિપુજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના તાલુકાનાં ગામોને લીલાપર ખાનપર જુથ પાણી પુરવઠા યોજના(મચ્છુ-૨ આધારિત) પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે. જયારે આજુ બાજુ ઇન્ડસ્ટ્રીયલ હોવાથી અને અનિયમિત વરસાદનાં કારણે બોરનાં પાણીની કવોલીટી અને કવોંટીટી પીવાલાયક અને અપુરતી હોય, ગ્રામજનોને પુરતું અને પીવાલાયક પાણીની સુવિધા માટે લીલાપર ખાનપર જુથ યોજનાના ગામો સહિતને આવરી લઇને આ પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજના આયોજન કરવામાં આવેલ છે. અને દરેક છેવાડા ગામે પાણી મળે તે માટે સરકારે આયોજન કરેલ છે. જેથી દરેક ગામોના લાભાર્થીઓને પાણી પુરવઠો મળી શકશે અને સમસ્ર્યાનો કાયમી ઉકેલ લાવી શકાશે
સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, દરેક ગામે ગામ નર્મદાના પાણી મળી રહે તેવા સરકાર તરફથી પ્રયત્નો થઇ રહયાં છે.આ યોજના દ્વારા મોરબી તાલુકાના જે ગામોનો સમાવેશ થયો છે. તેઓનો પાણીનો પ્રશ્ન હલ થશે. જે બદલ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. કલેકટર આર.જે.માકડિયા જણાવ્યું કે, આ જુથ પાણી પુરવઠા યોજના પાછળ અંદાજીત રૂા.૨૭ કરોડનો ખર્ચ થવા થનાર છે. અને ૧૦ ગામો અને ૬ પરા વિસ્તારને આ યોજના લાગું પડશે.
આ કાર્યક્રમમાં અગ્રણી જયાતિસિંહ જાડેજા, હિરેન પારેખ, વેલજીભાઇ, દુર્લભજીભાઇ દેથરીયા,પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, કાર્યપાલક ઇજનેર એસ.કે.જૈન, દરેક ગામના સરપંચો તથા ગ્રામજનો હાજર રહયાં હતાં
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide