મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.479.70 કરોડનું બજેટ મંજુર

21
207
/

35 જેટલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગના કામોને મંજૂરી : સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા કાર્યવાહીની લટકતી તલવાર : સમિતિના બે નામોમાં ફેરફાર થતા ડીડીઓને રજુઆત

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી બેઠકમાં રૂ.479.70 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.જ્યારે 35 જેટલી ગ્રામ પંચાયતના બિલ્ડીંગને નવા બનાવવાના કામને મંજુરી આપવામાં આવી હતી.જયારે આ બેઠકમાં સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા તેમના સામે કાર્યવાહી તોળાઈ રહી છે.ઉપરાંત બે સમિતિમાં નામોમાં ફેરફાર થતા ડી.ડી.ઓને રજુઆત કરાઈ છે.

કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આજે કારોબારીની બેઠક મળી હતી.જેમાં કારોબારી ચેરમેન હેમાંગ રાવલ, ડીડીઓ, ડે. ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં આગામી 2019 -20નું નવું સુધારેલું રૂ.479.70 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.જેમાં સ્વંભંડોળની સિલક રૂ.10.97 કરોડ છે.2019-20માં રૂ.5.67 કરોડ મળી કુલ રૂ.16.65 કરોડની આવક થવાનું દર્શાવાયું છે.જ્યારે સ્વભંડોળના રૂ.10.25 કરોડમાં ખર્ચ બાદ કરતાં રૂ.6.39 કરોડની બંધ સિલક દર્શાવાય છે.ઉપરાંત બજેટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે રૂ.127.30 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ.5.20 કરોડ ,શિક્ષણ ક્ષેત્રે રૂ.75.33 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ.14.10 લાખ, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે રૂ.15.85 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.45 લાખ, કુદરતી અફતોને પહોંચી વળવા રૂ.5 લાખ, સિંચાય ક્ષેત્રે રૂ.18.75 લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.120.20 લાખ અને પ્રકિણ યોજનાઓ માટે રૂ.82 લાખની જોગવાઈ કરવામાં આવી છે.


આ કારોબારીમાં 35 જેટલી ગ્રામ પંચાયતની નવી બિલ્ડીંગ, રોડ રસ્તાના કામોને મંજુરી આપવામાં આવી હતી.આ મહત્વની બેઠકમાં સિંચાઈ અધિકારી હાજર ન રહેતા તેમની સામે કાર્યવાહી કરવા જણાવાયું છે. કારોબારીના સભ્યએ ડી.ડી.ઓ.ને લેખિતમાં રજુઆત કરી હતી કે,ગત સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની નિમણુક કરવામાં આવી હતી.આ સમિતિઓની નિમણુક પછી કોઈએ બે સમિતિના નામોમાં ફેરફાર કર્યો છે. તેથી તેમને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.