મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુત સોસાયટીમાં રહેતી વનીતાબેન મહેશભાઈ સમુરા ઉ.વ.56 નામની મહિલાએ આજે પોતાના ઘરે અગ્નિસ્નાન કરીને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં તેમના મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસના ઈમ્તિયાઝભાઈએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના 20 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.તેમને ચાર સંતાનો છે.મૃતક મહિલાને છેલ્લા કેટલાક સમયથી માનસિક તકલીફ હતી.આ માનસિક બીમારીની દવા ચાલુ હોવા છતાં કોર ફરક ન પડતા અંતે આજે તેમણે આ બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.