વિવેક પટેલ નાની આ વ્યક્તિ કોઈ ફિલ્મ સ્ટાર કે રાજનેતાના દીકરા નથી. પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે. પરંતુ આ વ્યક્તિએ જે કામ કર્યું છે એ ખૂબ જ ખાસ છે અને તેને જાણીને દરેક ભારતીયને ગર્વ થશે. પુલવામામાં થયેલી ઘટના પછી દેશમાં લોકો આગળ આવીને મદદ કરી રહયા છે, તો કેટલાક લોકો એવા પણ છે કે આ ઘટનાને અવગણે પણ છે. ત્યારે અમેરિકામાં રહેતા વિવેક પટેલએ છ દિવસમાં જ પુલવામાના શહીદોએ માટે 6 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. માત્ર 6 દિવસમાં છ કરોડ રૂપિયા કેવી રીતે એકત્રિત કરવામાં આવ્યા તેના વિશે અમે તમને આખી વાત જણાવીએ છીએ.
અમેરિકામાં રહેતા વિવેકે કરી મદદ
26 વર્ષીય વિવેક પટેલ અમેરિકામાં રહે છે. તેને જયારે ખબર પડી કે 14 ફેબ્રુઆરીએ ભારતના બહાદુર સૈનિકો સાથે આવા બનાવો થયા હતા, તેને મદદ કરવા માટે વિચાર કર્યો. જો કે વિવેકની એક મજબૂરી હતી કે તે અમેરિકામાં રહે છે અને અમેરિકાના કાર્ડધારક છે. અને સીધી રીતે ભારતીય જવાનોને મદદ કરવામાં અસમર્થ હતા. પણ વિવેકને દેશની મદદ કરવી હતી અને તેના માટે તેણે એક વિચાર કર્યો હતો.
14 ફેબ્રુઆરીના સાંજ પોતાની સાથે પ્રેમના બદલે નફરતના ધમાકાઓ લાવી હતી. પુલવામા હુમલામાં આશરે 40 જવાન માર્યા ગયા હતા. એ પછી જાણકારી મળતા જ લોકો પોતપોતાની રીતે શહીદના પરિવારોની મદદ કરવા લાગ્યા હતા. વિવેકે શહીદ પરિવારોને મદદ કરવા માટે ફેસબુક પર એક પેજ બનાવ્યું. આપેજનું નામ આપ્યું – Indian Army-Pulwama Attack, આ પેજ દ્વારા તેને અભિયાન શરુ કર્યું.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide