મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી નિકળી

0
197
/

ભાજપ દ્વારા દેશવ્યાપી વિજય સંકલ્પ બાઈક રેલી અંતર્ગત મોરબીમાં પણ રેલી યોજાઈ

મોરબી: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી વિજય રેલીનું કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મોરબીમાં પણ ખાનપરથી શક્તિ માતાજીના મંદિર સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી.

ભાજપ દ્વારા તારીખ 2ને શનિવારે દેશવ્યાપી વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબીમાં પણ બાઈક રેલી યોજાઈ હતી.આ બાઈક રેલી મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા તારીખ 2ને શનિવારે સવારે 9:30 વાગ્યે ખાનપર-ચાચાપર-રામેશ્વરનગર-થોરાળા-રાજપર-શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી રાખવામાં આવી હતી તથા રેલી પૂર્ણ થયા પછી સૌએ સાથે મળીને ભોજન પણ લીધું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/